વ્યસન મુક્તિ

નાનું સરખું વ્યસન ઝેર છે, પેસા આપીને ઝેર પેટમાં નાખવું તે સજ્જનની શોભા નથી.

વ્યસન એટલે જીન્દગી ની બરબાદી વ્યસનની સંપતિ વ્યસનો અને દવા પાછળ વેડફાઈ જાય છે.

ભારતીય સનાતન ધર્મની આહાર શુદ્ધિની આચારસંહિતા મુજબ અફીણ, રગ્સ, તમાકુ, શરાબ, વગેરે તેમજ ડુંગળી, લસણ જેવી દુર્ગંધયુક્ત વનસ્પતિઓનો પણ નિષેધ ફરમાવે છે.                                                                                              

વિષ્ણુ પુરાણમાં તમાકુ પીવાથી ગરીબી દુ:ખ તથા તમો ગુણની ઉત્પત્તિનો નિર્દેશ કરેલ છે.

વ્યસન અને વ્યસનના દૂષણોથી બચવા આપના બાળકોને સુરક્ષિત રાખવા આપના ઘરને બચાવવા નિયમિત પ્રાર્થના કરો, સત્સંગ અને ઘર સભા કરો.

ઝાંઝવાના જળ દેખી મૃગલા દોડે છે, તેમ કેટલાક શાંતિ પામવા વ્યસનો પાછળ દોડે છે. પરંતુ શાંતિ વ્યસનમાં નહિ પરમાત્માના સ્મરણમાં  અને શરણમાં છે.    

 

                                                                                  

વિશ્વ વંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ