નુકશાન અને ફાયદા

સભ્ય સમાજના સાત વ્યસનો;-

૧.શરાબ 

૨.જુગાર

૩. વેશ્યાગમન

૪.સિકર

૫. માંસાહાર

૬.ધ્રુમપાન

૭.ઈન્ટરનેટ

દારૂના સેવનથી થતું નુકસાન ;-

 

"ઉનાળામાં છાશ ભલી, શિયાળામાં રાબ ભલી ,

ચોમાસામાં ચા ભલી, કોથળી બારે માસ .......હી..હી...હી..."

આર્થિક,શારીરિક ઉપરાંત દારૂ ઝેરી બનતા લઠ્ઠાકાંડ સર્જાય છે.લીવરનું કેન્સર થાય છે.

ગુજરાતમાં અમદાવાદમાં લઠ્ઠાકાંડ ;-

- ૧૯૭૭ માં રબારી વાસમાં                 - ૧૯૮૦મ મજૂર ગામમાં

- ૧૯૮૮ માં મજુર ગામમાં                   - ૧૯૯૦ માં કાલુપુરમાં

- ૧૯૮૯ માં વડોદરામાં                       - ૧૯૯૦ માં જુનાગઢમાં

-૨૦૦૯ માં ઓઢવ અને મજુર ગામમાં ૧૫૦ લોકો મ્રત્યુ પામ્યા.

ગુટખા/તમાકુના શેવનથી થતા રોગો;-

કેન્સર, હ્રદયરોગ, લકવો, અસ્થમા, ટી.બી., નપુંસકતા, જેવા ઘણા રોગો થાય છે.

મો, અન્નનળીનું કેન્સર, ગળું, ફેફસા તથા મુત્રાશય વિગેરેનું કેન્સર થાય છે. સ્ઘર્ભા સ્ત્રીઓને કસુવાવડ થાય છે.અથવા બાળક ઓછા વજનવાળું જન્મે છે.

ધૂમ્રપાન કરીએ તો નુકશાન...

  • ૧૦ સેકન્ડમાં જ ધુમાડો મગજમાં પહોંચી જાય છે.

  • તમાકુથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે, જેથી ચેપી બીમારીઓનો ભય વધી જાય છે.

  • તમાકુના ઝેરીલા પદાર્થ શરીરના દરેક ભાગમાં પહોંચી જાય છે.

  • ધુમ્રપાનથી શરીરની કોશિકાઓને પૂરતો ઓક્સિજન મળતો નથી.

  • ધૂમ્રપાન શરીરના દરેક ભાગને પ્રભાવિત કરે છે. રોગપ્રતિકારક શક્તિ ન હોવાને કારણે ફેફસાંના રોગ, દમ, અસ્થમા, મોઢાનું કેન્સર, ફેફસાંનું કેન્સર, ટીબી વિશે તો પહેલેથી જ ખબર છે પણ નવું સંશોધન કહે છે કે તેનાથી દાંતના રોગ પણ થાય છે. અમેરિકાનો લશ્કરી અહેવાલ કહે છે કે ધૂમ્રપાન કરનારી વ્યક્તિને ઓપરેશન દરમિયાન વધુ ખતરો રહે છે.

  • ૯૦ ટકા પુરુષોને ફેફસાંનું કેન્સર તથા ૮૦ ટકા મહિલાઓમાં કેવળ ધૂમ્રપાનથી જ ફેફસાંનું કેન્સર થાય છે. ધૂમ્રપાન કરનારાને પોતાને તો નુકસાન થાય છે જ સાથે પત્ની, બાળકો અને નજીક બેસનારાઓ (પેસિવ સ્મોકિંગ)ને પણ એટલું જ નુકસાન થાય છે.

તમાકુ છોડયાના ૨૦ મિનિટ પછી જ  ફાયદા
  • હૃદયની ગતિ થોડી સામાન્ય થઈ જાય છે.

  • ૧૨ કલાક પછી લોહીમાં કાર્બન મોનોક્સાઈડનું સ્તર ઓછું થઈ જાય છે.

  • બે મહિના પછી હૃદય પરનો હુમલો થવાનો ભય ઓછો થઈ જાય છે. ફેફસાંની કામ કરવાની ક્ષમતા વધી જાય છે.

  • ૩ મહિના પછી ઉધરસ ઓછી થઈ જાય છે. તથા શ્વાસ સારી રીતે ચાલે છે અને નિસરણી ચઢતી વખતે શ્વાસ ઓછો ફૂલે છે.

  • હૃદયની બીમારીનો ખતરો ઘટી જાય છે. (અડધો થઈ જાય છે)

  • પાંચ વર્ષ પછી બ્રેઇન હેમરેજ તથા હૃદય પર હુમલો થવાનો ખતરો ઓછો થઈ જાય છે. ૧૦-૧૫ વર્ષ પછી ખતરો ન પીનારા સમાન થઈ જાય છે.

  • ૧૦ વર્ષ પછી ફેફસાંના કેન્સરનો ખતરો અડધો થઈ જાય છે. ગળું, મોં, જીભ, કિડની,પિત્તાશયના કેન્સરનો ખતરો ઘટી જાય છે.

  • ૧૫ વર્ષ પછી શરીરમાં બીમારીઓનો ખતરો ન પીનારાની માફક થઈ જાય છે.