વ્યસન મુક્તિ વિષે સામાન્ય પ્રશ્નો

સવાલ:
વ્યસન મુક્ત કેવી રીતે થવાય ?

જવાબ:
  • પ્રથમ શરત મન મક્કમ રાખવું.

  • તજ/લવિંગ/ઈલાયચી કે જે ગમે તે વસ્તુ સાથે રાખવી, વ્યસનની ઈચ્છા થાય ત્યારે એક ટુકડો મોઢામાં મૂકી ચાવવો.

  • બહુજ તલપ લાગે તો ચોકલેટ કે ચુઈન્ગમ લેવી.

  • તેમ છતાં ન રહેવાય તો સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ને પલાથી વાળી હાથમાં હાથ રાખી આસન પર બેસવું પોતાના ઇષ્ટ દેવનું ધ્યાન ધરવું. બે મીનીટ,પાંચ મીનીટ જેટલું શક્ય હોઈ તેટલું પરંતુ કઈ માગવું નહી.  

  • આમ કરવાથી વ્યસન મુક્ત તો જરૂર થવાશે પરંતુ જીવનમાં ઉન્નતી પણ થશે.

સવાલ:
બીડી/તમાકુ/દારૂની કંપનીઓ શું બંધ ન થઇ શકે?

જવાબ:

હા ચોકકસ થઇ શકે. પરંતુ સરકારશ્રીને કરની આવક થતી હોવાથી આ કામ થઇ શકતું નથી. આ કામ આપને ચોક્કસ કરી શકીએ .કેવી રીતે ?

આ રીતે, ધારોકે આપના ગામની વસ્તી બે કે પાંચ હજારની છે. આપને બધા ભેગા મળી સંકલ્પ કરીએ કે કોઈએ પણ બીડી/તમાકુ/ગુટકા/પાન-મસાલા દારૂનું સેવન કરીએ નહી જે કોઈ વ્યસન કરે તેના માટે આકરા દંડની જોગવાઈ રાખવી. તો ગામમાં જે કોઈ પાન પાર્લરની દુકાનો હશે ત્યાંથી કોઈ કઈ ખરીદશે નહી. એટલે આપો આપ દુકાનો બંધ થઇ જશે. મિત્રો આ પ્રમાણે ગામ, સોસાયટી કે મહોલ્લામાં પણ વ્યસનોને રોકી શકાય.