અભિયાન વિશે

છેલ્લા ત્રણ વરસથી એટલેકે ૫ સપ્ટેમ્બર ૨૦૦૮ શિક્ષક દિન ના રોજથી માનનીય મુખ્ય મંત્રીશ્રીના વિદ્યાર્થીઓ સાથેની ગોસ્ટી કાર્યક્રમ અન્વયે રામબા કોલેજ પોરબંદર ખાતે વિદ્યાર્થીઓએ દેશ માટે કૈક કરવા માટે સંકલ્પ લીધા તે સમયે મેં  પણ  એક સરકારી કર્મચારી તરીકે વ્યસન મુક્તિનું કાર્ય  સ્વર્ણિમ ગુજરાત ની ઉજવણી ૨૦૧૦ કરવા માટે સંકલ્પ લીધો.

હું શાળા કોલેજમાં જઇ વ્યસન મુક્તિ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરું છું. વ્યસન મુક્તિ અંગે મારા બે પુસ્તકો પ્રકાશિત છે. બસમાં ટ્રેનમાં જયા સમય મળે ત્યાં હું લોકેને પણ વ્યસન મુક્તિ માટે સમજ આપું છું. સંકલ્પ કરાવું છું. અત્યાર સુધીમાં ૫૦૦૦ કરતા વધારે લોકેને વ્યસન મુક્તિના સંકલ્પ લેવડાવેલ છે.

મારા આ કાર્યની નોધ સરકારશ્રી તેમજ માનનીય મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર મોદી, માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરા તેમજ માનનીય ગવર્નર શ્રી ડો.કમલા બેનિવાલે મને પ્રસ્સ્તી પત્ર એનાયત કરેલ છે.

પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એ મને સંદીપની આશ્રમ, પોરબંદર ખાતે શાલ ઓઢાડી સન્માન પત્ર અર્પણ કરેલ છે. તથા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ મારી સાથે છે.

 વ્યસન મુક્તિનું અભિયાન ૨૦૦૮ થી ચાલેછે. તાજેતરમાં નેશનલ યુથ એસોસીએશન, નાગપુર દ્વારા મોલાના અબુલ કલામ આઝાદ એવોર્ડ એનાયત કરેલ છે. પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિધાલય, ગાંધીનગરના કૈલાસ દીદી દ્વારા સન્માન કરવામાં આવેલ છે.