દાંતોને ક્યાંથી લાગ્યા ડાઘ (કવિતા)

26/01/2012 15:27

જીવતર જીવવું સોના જેવું, દાંતે કડી ના લાગે ડાઘ

અરે શાનમાં સમજી જાવ, મનની છે આ વાત

દાંતો ને ક્યાંથી લાગ્યા ડાઘ, ઓ વ્યસની મનવા... દાંતો ને...

દાંત તૂટી જાય, દાંત સદી જાય,

સોપારી કાપી જાય, તમ્કું ખવાઈ જાય, ઓ વ્યસની મનવા... દાંતો ને...

ખારા દરિયાની ખારી હવામાં,

સોને મઢાવો કે ચાંદી એ મઢાવો,

દાંત ના થાય સીસમ કે સાગ, ઓ વ્યસની મનવા... દાંતો ને...

દાંતોને ચડતી હલકી ધાતુ,

દાંતો તેની પરત ના બદલે,

દાંત ના બદલે એનો રંગ, ઓ વ્યસની મનવા... દાંતો ને...