હાલોને બીડી બીની જાનમાં (કવિતા)

26/01/2012 16:06

 

 

બીડી બિચારી બીડવી રે,

બીડીના લગનીયા લેવાયા,

બધા બંધની નોતરીયા,

રે બીડીને આપવા સન્માન... હાલોને...

ટોડલે બંધાય તમ્બકુના પાંદડા,

ચલમ પીરસે ચિરૂટ,

ને ગાંજો ગીતડા રે ગાય, હાલોને...

હુક્કાને મોકલ્યો સાસરે,

લેવાને બગડેલો ગોળ,

પાંડે પાતળોને પેટ ભારેખમ,

રે ગોળ ઉપાડ્યોના જાય, હાલોને...

ફાકીબાને  મોકલ્યા ગામમાં,

 હે એવા નોતરવા ને ગામ,

દમ મળ્યા બે બાટલા,

રે સિગારેટના કોધ સન્માન, હાલોને...

ઘુટકાએ બાંધ્યો પગે ઘૂઘરો,

અફીણએ બાંધી કટાર,

દારૂએ બંધાયા ગળે હારલા,

અને ચુનાના તીલાકીય લેવાય, હાલોને...

ડ્રગ્સ મામા થયા રીસામણા,

જઇ બેઠા છે દરિયા ને બેટ,

ચુનાને બેસાડી ચબુતરે,

મને રે બીડી પરણવા, હાલોને...

ચડયો ચાડિયો એક ભેખડે,

જુવે સોપારીની વાટ,

આજે તો જાનને લુટવી,

લેવાશે સર્વેના પ્રાણ, હાલોને...

કઈ બીડીને કોની જાન રે,

એ તો વ્યસનીઓ કરજો વિચાર,

ગુલાબચંદ ની વિનંતી,

હે રચજો સ્વર્ણિમ ગુજરાત, નથી જવું બીડી બાઈની જાન માં...