છોડવા ની રીતો

ધૂમ્રપાન કેવી રીતે છોડવું?

 

ધૂમ્રપાન કરનાર વ્યક્તિઓમાંથી ૭૫થી ૮૫ ટકા વ્યક્તિ આને છોડવા ઇચ્છે છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન અને ઇચ્છાશક્તિના અભાવે તેઓ છોડી શકતા નથી. તમાકુ છોડવાનો એકમાત્ર ઉપાય આપણી ઇચ્છાશક્તિ પર નિર્ભર કરે છે. ચિકિત્સા વિજ્ઞાન એવી કોઈ દવા નથી બનાવી શક્યું કે જે વ્યક્તિને એકદમ ધૂમ્રપાનથી છુટકારો અપાવી શકે. ફક્ત દૃઢ ઇચ્છાશક્તિથી જ તેને છોડી શકાય છે. બીજી બાજુ આપણે ધુમ્રપાન છોડવા માટે નિકોટિન ચ્યૂઇંગમ, તથા થોડી ટેબલેટ જે તમાકુની લતને ઓછી તો કરે છે. ડોક્ટરની સલાહ મુજબ તેનું સેવન કરી શકાય છે. તમાકુ છોડતી વખતે ગભરામણ, બેચેની, કબજિયાત, ભૂખ ન લાગવી, ચીડિયાપણું, કામમાં મન ન લાગવું વગેરે લક્ષણ ઉત્પન્ન થાય છે. જેને આપણે સામાન્ય દવાઓ, વ્યાયામ અને યોગ દ્વારા ઓછી કરી શકીએ છીએ. તમાકુ છોડવાની રીત ધીરે ધીરે છોડવા કરતાં એકદમ છોડવું અસરકારક છે.